નીકિતા હત્યાકાંડ: આરોપી તૌસીફ વિશે થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો, પરિવારે આપ્યું આ નિવેદન 

નિકિતા તોમર હત્યાકાંડ (Nikita Tomar murder case) માં પોલીસે હત્યામાં ઉપયોગમાં લીધેલા ગેરકાયદેસર પિસ્તોલ જપ્ત કરી છે. તૌસીફ અને રેહાન જે I-20 કારથી નીકિતાની હત્યા કરવા પહોંચ્યા હતા તે દિલ્હીના કોઈ વ્યક્તિના નામ પર રજિસ્ટર્ડ છે. આ વ્યક્તિને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો છે અને કાર પણ જપ્ત કરી લેવાઈ છે. આ બધા વચ્ચે પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે તૌસીફે ગેરકાયદેસર રીતે મેળવેલી પિસ્તોલથી નીકિતાની ગોળી મારીને હત્યા કરી હતી. આરોપી તૌસીફનો ફોન પોલીસને હજુ મળ્યો નથી. પોલીસના જણાવ્યાં મુજબ આરોપીએ ફોન તોડીને ક્યાંક ફેકી દીધો છે. 
નીકિતા હત્યાકાંડ: આરોપી તૌસીફ વિશે થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો, પરિવારે આપ્યું આ નિવેદન 

નવી દિલ્હી: નિકિતા તોમર હત્યાકાંડ (Nikita Tomar murder case) માં પોલીસે હત્યામાં ઉપયોગમાં લીધેલા ગેરકાયદેસર પિસ્તોલ જપ્ત કરી છે. તૌસીફ અને રેહાન જે I-20 કારથી નીકિતાની હત્યા કરવા પહોંચ્યા હતા તે દિલ્હીના કોઈ વ્યક્તિના નામ પર રજિસ્ટર્ડ છે. આ વ્યક્તિને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો છે અને કાર પણ જપ્ત કરી લેવાઈ છે. આ બધા વચ્ચે પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે તૌસીફે ગેરકાયદેસર રીતે મેળવેલી પિસ્તોલથી નીકિતાની ગોળી મારીને હત્યા કરી હતી. આરોપી તૌસીફનો ફોન પોલીસને હજુ મળ્યો નથી. પોલીસના જણાવ્યાં મુજબ આરોપીએ ફોન તોડીને ક્યાંક ફેકી દીધો છે. 

મુખ્ય આરોપી તૌસીફ અને તેના સાથી રેહાનની ધરપકડ થઈ છે. બંને ક્રમશ: ગુરુગ્રામ અને નૂંહ જિલ્લાના રહીશ છે. બંનેને ફરીદાબાદ જિલ્લા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા. આ બંને આરોપી હાલ રિમાન્ડ પર લેવાયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી તૌસીફે ગુનો કબુલ્યો છે. 

निकिता हत्याकांड: वारदात में इस्तेमाल कार बरामद, अब हुआ ये बड़ा खुलासा

SIT તપાસ શરૂ
નીકિતા હત્યાકાંડની તપાસ માટે બનાવવામાં આવેલી SITએ પોતાની તપાસ શરૂ કરી દીધી છે. SITની ટીમે પીડિત પરિવારના ઘરે પહોંચીને નિવેદન નોંધ્યા છે. હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે ગઈ કાલે વિશેષ તપાસ ટીમની રચનાના આદેશ આપ્યા હતાં જેથી કરીને કેસની તપાસ જલદી થઈ શકે.

આરોપીએ ફોન તોડીને ફેંકી દીધો
પોલીસના જણાવ્યા મુજબ વારદાતને અંજામ આપીને તૌસીફે પોતાનો ફોન તોડીને ક્યાંક ફેંકી દીધો છે. SITની ટીમ તૌસીફને લઈને તે જગ્યાએ ગઈ જ્યાં તેણે ફોન ફેંક્યો હોવાનો દાવો કર્યો છે. આ ઉપરાંત પોલીસનું કહેવું છે કે નીકિતાના મોબાઈલને પણ પરિવાર પાસેથી મેળવીને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે. 

તૌસીફનું નિવેદન
તૌસીફે પોલીસને જણાવ્યું છે કે તે MBBS એટલા માટે કરી શક્યો નહીં કારણ કે વર્ષ 2018માં તેના પર નીકિતાના અપહરણનો કેસ દાખલ થયો હતો. સૂત્રોનું માનીએ તો તૌસીફનું કહેવું છે કે તે નીકિતા સાથે લગ્ન કરવા માંગતો હતો. હત્યાના એક દિવસ પહેલા બંને વચ્ચે 1000 સેકન્ડ વાત થઈ હતી. તૌસીફે જણાવ્યું કે નીકિતાએ લગ્ન માટે ના પાડી દીધી આથી તેણે તેની હત્યા કરી નાખી. તે જબરદસ્તીથી તેને પોતાની સાથે લઈ જવા માંગતો હતો. પણ તેણે ના પાડી દેતા પછી તેણે ગોળી મારી દીધી. હરિયાણા પોલીસ આ કેસ માટે સ્પેશિયલ PP નિયુક્ત કર્યા છે અને 30 દિવસની અંદર પોલીસ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરશે. 

આ બાજુ તૌસીફના કાકા જાવેદનું કહેવું છે કે તેઓ હાલના સમયમાં છોકરીના પરિજનોની પડખે છે. તેમણે કહ્યું કે તૌસીફને તો જે પણ સજા કોર્ટ આપશે તે અમને મંજૂર છે. અમે તેના માટે કોઈ વકીલ નહીં કરીએ. અમે બધા ધર્મોને માનીએ છીએ. જો પરિવાર લવ જેહાદનો આરોપ લગાવી રહ્યો હોય તો અમે તેનું ખંડન કરતા નથી. 

निकिता हत्याकांड: तौसीफ का मोबाइल नहीं मिला, आरोपी के परिवार ने दिया ये बयान

બલ્લભગઢમાં થયેલી નીકિતાની હત્યા પર કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાને કહ્યું કે સમગ્ર દેશની જેમ તેમનું પણ લોહી ઉકળી રહ્યું છે. સીએમ મનોહરલાલ પાસે તેમમે કડક કાર્યવાહીની માગણી કરી છે. આ સાથે જ કોંગ્રેસ પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આ મામલે ચૂપ કેમ છે? બંનેએ ફક્ત એટલા માટે ચૂપ્પી સાધી છે કારણ કે આરોપીનું નામ તૌસીફ છે. 

બલ્લભગઢના સહાયક પોલીસ અધિક્ષક જયવીર રાઠીએ આ અગાઉ કહ્યું હતું કે બીકોમના અંતિમ વર્ષની વિદ્યાર્થીની નીકિતા પરીક્ષા આપીને સોમવારે બપોર પછી કોલેજમાંથી બહાર નીકળી અને આ ઘટના ઘટી. પોલીસે  જણાવ્યું હતું કે આરોપી કારમાં ત્યાં પહોંચ્યો હતો અને અપહરણ કરવાના હેતુથી પહેલા યુવતીને ગાડીમાં ખેંચવાની કોશિશ કરી અને જ્યારે તે સફળ ન થયો તો તેણે યુવતીને ગોળી મારી દીધી. અધિકારીએ જણાવ્યું કે ઘટના બાદ યુવતીને હોસ્પિટલ લઈ જવાઈ પરંતુ તેણે દમ તોડી નાખ્યો.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news